અમૂલ ડેરીમાં તાજેતરમાં જ વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વિજયભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. જોકે, પદભાર સંભાળ્યા બાદ તુરંત જ તેમણે એક અણધારી ભૂલ કરીને ભાંગરો વાટ્યો હતો.
પ્રદેશ પ્રમુખના નામમાં ભૂલ
વાઇસ ચેરમેન પદે ચૂંટાયા બાદ મીડિયાને પ્રતિક્રિયા આપતી વખતે વિજયભાઈ પટેલે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખના નામનો ખોટો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પ્રદેશ પ્રમુખ તરીકે હાલમાં પદભાર સંભાળતા જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ને બદલે ભૂતકાળમાં સંગઠનમાં કાર્યરત રહેલા રત્નાકરજીનું નામ ગણાવ્યું હતું. નવનિર્વાચિત વાઇસ ચેરમેન દ્વારા પ્રદેશના સર્વોચ્ચ સંગઠન પદ પરના વ્યક્તિનું નામ લેવામાં આવેલી આ ભૂલને લઈને રાજકીય અને સહકારી વર્તુળોમાં ચર્ચા જાગી છે.










