બોરસદ તાલુકાના ઢૂંઢાકુવા ગામે તા. 20મીએ એક ગર્ભવતી મહિલાને અચાનક પ્રસુતિની અસહ્ય પીડા ઉપડતા પરિવારજનો દ્વારા તાત્કાલિક 108 કટોકટી સેવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ સમયે બોરસદ આઈ.એફ્.ટી. એમ્બ્યુલન્સ વાન ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા 31 વર્ષીય મહિલાની સ્થિતિ અત્યંત નાજુક જણાતી હતી. આવી કટોકટીની પળોમાં માતા અને નવજાત શિશુનો જીવ બચાવવા માટે 108 ટીમના ડૉક્ટર રૂચિતા મેડમના માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સને રસ્તાની બાજુએ સુરક્ષિત રીતે ઊભી રાખીને ઇ.એમ.ટી. પ્રીતિબેન જાદવ તથા પાયલોટ ઘનશ્યામભાઈ ચૌહાણે એમ્બ્યુલન્સની અંદર જ સફ્ળતાપૂર્વક પ્રસુતિ કરાવી હતી. આ સફ્ળ પ્રસુતિ બાદ નવજાત શિશુ અને માતા બંનેને તાત્કાલિક નાપા પ્રાયમરી હેલ્થ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ બંનેની તબિયત એકદમ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.



ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: