વલ્લભવિદ્યાનગર : આણંદ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી જ ભારેથી અતિભારે વરસાદના કારણે નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને ધ્યાને રાખી વહીવટીતંત્ર દ્વારા 127 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ છે. જેમાં બોરસદ વન તલાવડી વિસ્તારમાંતી 7 લોકો, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામમાંથી આંકલાવ ખાતે આવેલ 42 લોકો, ખંભાત તાલુકાના આખોલ ગામના 40 લોકો, સોજિત્રામાંથી 18 લોકો તેમજ પેટલાદ હાઉસિંગ બોર્ડ વિસ્તારના 20 લોકોનો સમાવેશ થાય છે. સ્થળાંતર કરાયેલા કુલ 127 રહીશોની તંત્ર દ્વારા રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો