ભારતીય ચૂંટણી પંચ દ્વારા 27 ઓક્ટોબરના રોજ રાજ્યમાં 1 જાન્યુઆરી 2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.
જે અંતર્ગત આણંદ જિલ્લામાં સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાની સાત વિધાનસભામાં કુલ 1812327 નોંધાયેલા મતદારો છે. મતદારો માટે ગણતરી ફોર્મનું વિતરણ, ફોર્મ પરત લેવા તથા ડીજીટલાઇઝેશનની પ્રક્રિયા 14 ડિસેમ્બરના રોજ પુર્ણ કરવામાં આવેલ છે.
જે કામગીરીના અંતે કુલ 1812327 મતદારો પૈકી 231780 મતદારોના નામો મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. જ્યારે 1580574 મતદારોનો ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે 70274 મૃત્યુ પામેલા, ગેરહાજર અને સંપર્ક ન થયો હોય તેવા 41233 કાયમી અન્ય સ્થળે સ્થળાંતર કરી ગયેલા 98211 તેમજ અન્ય જગ્યાએ મતદાર હોવાથી એટલે કે એક જ વ્યક્તિનું બબ્બે જગ્યાએ નામ ચાલતુ હોય તેવા 20007 અને ફોર્મ પરત ભરીને આપનાર 2075 મતદારોના નામો કમી કરવામાં આવ્યા હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવિણ ચૌધરીએ જણાવ્યુ છે. અને ડ્રાફ્ટ યાદીમાં 1580574 મતદારોનો યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લામાં 1772 કુલ મતદાન મથકોમાં નવા 155 મતદાન મથકોનો ઉમેરો થતા કુલ 1927 મતદાન મથકો અસ્તિત્વમાં આવ્યા છે. આ અંગે ડ્રાફ્ટ યાદીમાં નામ છે કે નહી તે ચકાસવા માટે કલેક્ટરે મતદારોને કલેક્ટરે અનુરોધ કર્યો છે. પ્રસિદ્ધ થયેલ મતદાર યાદી અંગે હક્કદાવા અને વાંધા અરજીઓ 19 ડિસેમ્બર થી 18 જાન્યુઆરી 2026 સુધી કોઇપણ મતદાર કે નાગરીક મતદાર યાદીમાં પોતાના નામનો સમાવેશ અથવા નામ કમી કરવા હક્કદાવા અને વાંધા નિયત મતદાર નોંધણી અધિકારી અથના મદદનીશ નોંધણી અધિકારીની કચેરી ખાતે રજુ કરી શકશે. 19 ડિસેમ્બરથી 10 ફેબ્રુઆરી 2026 દરમ્યાન નોટીસ ઇશ્યુ કરવી, સુનાવણી અને ચકાસણી, ગણતરી ફોર્મ પર નિર્ણય અને હક્કદાવા અને વાધાઅરજીઓનો નિકાલ કરવામાં આવશે. ત્યાર બાદ 17 ફેબ્રુઆરીના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો