પોલીસને માહિતી મળી હતી કે, વાસદ તરફ્થી એક વાઈટ કલરની આગળ પાછળ નંબર પ્લેટ લગાડયા વગરની આઈ-20 કારમાં મોટાપાયે વિદેશી દારૂનો જત્થો ભરીને બોટાદ તરફ્ જનાર છે. જેથી પોલીસે ઈસરવાડા બ્રીજ આગળ આડશો કરીને વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન નંબર પ્લેટ વગરની આઈ-20 કાર આવી પહોંચતા જ આડશોને જોઈને કારના ચાલકે ભાગવાનો પ્રયત્ન કરતા કાર ડીવાઈડર સાથે ભટકાઈને ઉભી થઈ ગઈ હતી. જેથી પોલીસે કારમાં સવાર ચાલકને ઝડપી પાડીને તેનું નામઠામ પુછતાં તે હિતેશભાઈ જેમાભાઈ ગોવિંદીયા (રે. બોટાદ)નો હોવાનું જણાવ્યું હતુ. પોલીસે કારમાં તપાસ કરતા અંરથી બીયરના 300 ટીન મળી આવ્યા હતા. જેની કિંમત 45 હજાર રૂપિયા જેટલી થવા જાય છે. કારમાંથી બે નંબર પ્લેટો નંબર જીજે-18, બીઈ-4243ની પણ મળી આવી હતી. પકડાયેલા હિતેશભાઈની અંગજડતી કરતા રોકડા 340 તેમજ એક મોબાઈલ ફેન મળી આવ્યો હતો. જે સાથે કુલ 2.50 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરીહતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો