આંકલાવ શહેરના બસ સ્ટેશન પાસે આવેલ અંદાજે 35 વર્ષ જૂના ટાવરને નગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યો. લાંબા સમયથી ટાવર જર્જરિત અને જોખમી હાલતમાં હોવાથી કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં પાલિકાએ સુરક્ષાના હિતમાં કાર્યવાહી હાથ ધરી હતી. ટાવરની હાલત છેલ્લા કેટલાક સમયથી અત્યંત નબળી બની ગઈ હતી.જેને લઈને તેને ઉતારી લેવા માટે નાગરિકો દ્વારા રજુઆત કરવામાં આવી હતી ટાવરના ભાગોમાં તિરાડો પડવા સહિતના સંકેતોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જાહેર જનતાની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં ટાવરને જમીનદોસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ટાવર તોડી પાડવાની કામગીરી દરમિયાન સુરક્ષાના તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. અકસ્માતની કોઈ ઘટના ન બને તે માટે બસ સ્ટેશનની આસપાસના વિસ્તારને કોર્ડન કરીને લોકોની અવરજવર પર અસ્થાયી નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું.