સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલે તેઓના મત વિસ્તારના તારાપુર તાલુકાના રીંઝા ગામપાસેતી પસાર થતી સાબરમતી નદી ઉપર બ્રીજનું નવ નિર્માણ કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજુઆત કરતા ધારાસભ્યની રજુઆતને લઇને મુખ્યમંત્રીએ બ્રીજ બનાવવા માટે 110 કરોડ રૂપિયા ફાળવતા આ વિસ્તારના લોકોની 60 વર્ષ જુની સમસ્યાનો ધારાસભ્યના સફળ પ્રયત્નોથી ઉકેલ આવ્યો છે. આઝાદી કાળથી રીંઝાના આજુ બાજુ વિસ્તારના ગ્રામજનો બ્રીજ બનાવવા માટે માંગણી કરતા હતા. પરંતુ કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારે વર્ષ 2022 માં ધારાસભ્ય પદે પ્રથમ વાર ચૂંટાયેલા વિપુલ પટેલે લોકોની સમસ્યા અને હાલાકીના મુદ્દે સતત મુખ્યમંત્રી સહિત ઉચ્ચસ્તરીય ટીમ સાથે બેઠકોનો દોર કરીને રજુઆત કરતા ત્વરીત સીએમએ વિપુલ પટેલની રજુઆતને હકારાત્મક લઇને 110 કરોડ મંજુર કરતા આ વિસ્તારના લોકોમાં આનંદ વ્યાપ્યો છે. ગ્રામજનોને નદીના કાંઠે જવા માટે 38 કિ.મી નું અંતર કાપવાની ફરજ પડતી હતી. તેમજ રીંઝા ઉપરાંત નભોઇ, પચેગામ અને દુગારી ગામના લોકોને સાબરમતી નદીના વહેણ બદલાવાના કારણે હાલાકીનો સામનો કરવો પડતો હતો અને ચોમાસાની ઋતુમાં લોકોને ભારે મુશ્કેલી પડતી હતી. પુલ બનતા ખેડૂતો અને ગ્રામજનોની મોટી સમસ્યાનો પ્રશ્ન હલ થયો છે. જેથી સમય અને નાણાંની બચત થશે. જો કે પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં તત્પર રહેતા ધારાસભ્યએ અત્યાર સુધીમાં તેઓના મતવિસ્તારની અનેક પાયાની સમસ્યાઓના ઉકેલ માટે અથાર્ગ પ્રયત્નો કરીને નક્કર સ્થળ ઉપર વિકાસલક્ષી કામો હાથ ધરી આઝાદી કાળના લોકોના વણઉકેલ્યા પ્રશ્નોને પણ તેઓએ ઝડપી ઉકેલીને વિકાસની રાજનીતી અપનાવી છે.

Rajkot : નવનિર્મિત સાંઢિયા પુલની ઢીલી કામગીરી અને નબળા ફિનિશિંગ બદલ ચેતન કન્સ્ટ્રક્શન અને PMC ને કોર્પોરેશને ફટકારી નોટિસ









