આણંદ શહેરના સરદાર પટેલ રાજમાર્ગ ઉપર કલાત્મક સર્કલનું નિર્માણ કરી સ્વામી વિવેકાનંદની પુર્ણ કદની પ્રતિમા મુકવામાં આવશે અને તે સ્થળને વિવેકાનંદ સર્કલ તરીકે વિકસિત કરવામાં આવશે.


સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે નિર્ણય લેવાયો છે. આણંદ-વિદ્યાનગર રોડ પર વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે કન્વેન્શન સેન્ટર, શહેરના નાના મોટા તળાવો ભેગા કરીને મીની કાંકરીયા જેવું પ્રવાસન સ્થળ વિકસિત કરવા, ટાઉન હોલનું નવીનીકરણ સહિતના કામોની ચર્ચાઓ હાથ ધરાઇ હતી. ત્યારે આજે કરમસદ આણંદ મહાનગરપાલિકાની કમિશ્નર મિલિંદ બાપનાની અધ્યક્ષસ્થાને મળેલી સંકલન સમિતિમાં ધારાસભ્ય અને સંસદ સભ્ય મિતેશ પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.

મહાનગરપાલિકાને એક વર્ષ પુર્ણ થતા અનેક વિકાસના કામોની કમિશ્નર મિલિંદ બાપનાએ રોડમેપ તૈયાર કર્યો છે. સોમવારે સવારે મહાનગરપાલિકા ખાતે મળેવી સંકલન સમિતિની બેઠકમાં અનેક વિકાસકામોની ચર્ચાઓ હાથ ધરાઇ હતી. જેમાં સંસદસભ્ય મિતેશ પટેલ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી. ટાઉનહોલની આજુ બાજુની ખાલી જગ્યા ઉપર થીમપાર્ક બનાવવા, વિદ્યાનગર ભાઇકાકા સ્ટેચ્યુ પાસે ઓવરબ્રીજનું આયોજન, બાકરોલ ગેટથી જોળ સુધીનો ફોરલેન રોડ બનાવવા, કરમસદ નવા રસ્તાઓ ઉપર સ્ટ્રીટ લાઇટ નાખવી, અટલ ચોક ઓવરબ્રીજનું કામ જનતા ચોકડીથી મોગરી ગામ સુધી સ્ટ્રીટ લાઇટ નાખવા, લાંભવેલ - રાવડાપુરા-કરમસદ લીંકરોડનું કામ, આણંદ - સોજીત્રા રોડ ઉપર સર્વિસ રોડ બનાવવા, નડતર ડીપી દુર કરવા, ગામડી ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટરલાઇન નાંખવા, મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં ગટર લાઇન અને પંપીંગ સ્ટેશનનું કામ, બાકરોલ ખાતે આવેલા તળાવને પ્રવાસ સ્થળ તરીકે વિકસાવવા બોટીંગ સહિતની સુવિદ્યા પુરી પાડવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: