કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે બોરસદ ખાતે આવેલા સાથી મનો દિવ્યાંગ શાળામાં સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે શાળામાં અભ્યાસ કરતા 40 દિવ્યાંગ બાળકોને વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ બાળકોને જરૂરી સાધન સહાય પૂરી પાડવાના આ સેવાકર્ય થકી તેમના જીવનમાં ખુશીઓની નવી આશા જગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળકોને સહાય મળતાં તેમના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે બાળકોના સર્વાંગ વિકાસ આત્મવિશ્વાસ અને જીવનમાં આગળ વધવાની પ્રેરણાને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સેવાકીય પ્રવૃત્તિઓ માનવતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરૂં પાડયું હતું. બાળકોના ચહેરા પરની ખુશી એ જ સાચી સેવાનો સંતોષ છે. તે ભાવના સાથે આયોજીત આ કાર્યક્રમ દિવ્યાંગ બાળકોના જીવનમાં આનંદની ક્ષણો લઈને આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો