આણંદ : ચારુતર આરોગ્ય મંડળ, કરમસદ ખાતે 28 જુલાઈ 2026ના રોજ 55મા સ્થાપના દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. આ ખાસ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચારુતર આરોગ્ય મંડળના ટ્રસ્ટી શ્રી જાગૃત ભટ્ટ, ચેરમેન તારક પટેલ, ચેરમેન એમેરિટસ અતુલ પટેલ, સેક્રેટરી અમિત પટેલ, મંડળના સભ્યો, ભાઈકાકા યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ડો. ગૌરી ત્રિવેદી, પ્રોવોસ્ટ ડો. અભય ધરમસી, રજીસ્ટ્રાર ડો. જ્યોતિ તિવારી, ભાઈકાકા યુનિવર્સિટી સંચાલિત ઈન્સ્ટિટયૂટ્સના ડિન અને પ્રિન્સિપાલ, આમંત્રિત મહેમાનો, કર્મચારીગણ, ફેકલ્ટી, ડોક્ટર્સ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ ખાસ દિવસે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંસ્થાના કર્મચારીઓએ ભાગ લઈ ડાન્સ, ગીત વેગેરની પ્રસ્તુતિ કરી હતી. સંસ્થામાં 25 વર્ષ નિષ્ઠાપૂર્વક સેવા પૂર્ણ કરનાર 13 કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુમાં આરોગ્ય સેવા ક્ષેત્રે તથા ભાઈકાકા યુનિવર્સિટીના વિકાસમાં અદ્વિતિય યોગદાન બદલ ડો. શીરિષ શ્રીવાસ્તવને લાઈફ્ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આરોગ્ય સેવામાં ઉત્કૃષ્ટ સેવાઓ બદલ 3 ડોક્ટર્સને સ્ટાર ડોક્ટર્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે સમર્પણભાવ અને ઉજ્વળ ભવિષ્યની સંભાવનાઓને માન્યતા આપતા 3 યુવા તબીબી વ્યવસાયિકોને ક્ષ્ઈમર્જીંગ ડોક્ટર્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો