આણંદ : ઈકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ અભિયાનના પ્રણેતા એવા ફાઈન આર્ટ્સ કોલેજના યુવા શિલ્પકાર નિકુંજ પ્રજાપતિનું ટૂંકી બીમારીના કારણે નાની ઉંમરે દુઃખદ અવસાન થયું છે. જેના પગલે સમગ્ર ચરોતર પંથક અને કલાપ્રેમીઓમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. જેમના હાથમાં સાક્ષાત સરસ્વતીની વાસ હતો એવા નિકુંજ જ્યારે માટીમાંથી મૂર્તિ કંડારતા હતા, ત્યારે તે જીવંત લાગતી હતી. તેઓ ઘણાં વર્ષોથી સામાજિક સેવાની પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રીતે જોડાયેલા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો