ધનતેરસના પાવન પર્વ નિમિત્તે રાધે જ્વેલર્સ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોના-ચાંદીની ખરીદી માટે મોટી સંખ્યામાં ગ્રાહકો શોરૂમની મુલાકાત લઈ રહ્યા છે. ખાસ કરીને લગ્નસરાની ખરીદી, પરંપરાગત આભૂષણો તેમજ લેટેસ્ટ ડિઝાઇનની જ્વેલરી પ્રત્યે ગ્રાહકોમાં વિશેષ આકર્ષણ જોવા મળી રહ્યું છે. ધનતેરસના શુભ અવસરે સોનું ખરીદવું એ માત્ર પરંપરા જ નહીં, પરંતુ શુભ શરૂઆત અને સમૃદ્ધિનું પ્રતીક પણ છે. અમારા ગ્રાહકો વર્ષોથી રાધે જ્વેલર્સ પર જે વિશ્વાસ અને પ્રેમ વરસાવી રહ્યા છે, તે અમારા માટે સૌથી મોટી મૂડી છે તેવું રાધે જ્વેલર્સ આણંદના પ્રહલાદભાઈ માંડલિયાએ જણાવ્યું હતું.
