વલ્લભ વિદ્યાનગરના સીવીએમ શાસ્ત્રી મેદાન ખાતે શનિવારના મોડી સાંજે યોજાયેલા સીવીએમ યુનિવર્સિટીના તૃતિય પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઇ પટેલ અને સી.ઝેડ પટેલ કોલેજ ઓફ બિઝનેશ એન્ડ મેનેજમેન્ટના ચીફ પેટ્રન સી ઝેડ પટેલે હાજરી આપી હતી.


પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના કુલ 2788 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં 1978 યુવકો અને 810 યુનતીઓનો સમાવેશ થાય છે. તેમજ તે પૈકી 2178 વિદ્યાર્થીઓએ સ્નાતક અને 547 વિદ્યાર્થીઓએ અનુસ્નાતક તેમજ 63 સંશોધકોને પી.એચ.ડીની પદવી એનાયત કરવામાં આવી હતી. 43 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. જેમાં 8 ફેકલ્ટી ગોલ્ડ મેડલ પૈકી 6 મેડલ વિદ્યાર્થિનીઓએ હાંસલ કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: