આણંદ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ પ્રેરીત આણંદ તાલુકા પ્રાથમિક શિક્ષક ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીના હોદ્દેદારો દ્વારા બે મૃતક શિક્ષકોના પરિવાર જનોને આર્થિક સહાયના ચેક મંડળીના ચેરમેન નરેન્દ્રસિંહ મહિડા, વાઇસ ચેરમેન હિરેન મેકવાન, સેક્રેટરી જીગ્નેશ પટેલ તથા મંડળીના તમામ વ્યવસ્થાપક કમિટિના સભ્યોએ સ્વ.રજનીભાઇ જયંતિભાઇ પરમાર કે જેઓ નાપાડ તાબેના પ્રકાશ નગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા. તેમજ જીટોડિયા તાબેની મેઘવા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સ્વ રાજુલભાઇ અનિલભાઇ ગુર્જરનું ચાલુ ફરજ દરમ્યાન મૃત્યુ થતા આણદ તાલુકા પ્રાથમિક શિક્ષક ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીના સભાસદ સુરક્ષા યોજના હેઠળ બન્ને પરીવારના વારસદારોને 18-18 લાખ રૂપિયા એમ કુલ મળી 36 લાખ રૂપિયાના ચેકો એનાયત કરવામાં આવ્યા હતા.

Sabarkantha : પોશીના-દેલવાડા રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા, ઉપરવાસના ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા









