મંગળવારે કાર્તિકી પૂનમે દેવદિવાળીના પર્વની સાથે ગુરૂનાનક જયંતિની પણ ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આણંદના ગુરૂદ્ધારામાં અખંડ પાઠ તથા કીર્તન (પ્રાર્થના સભા), લંગર અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ગોલુભાઈ (આણંદ)એ જણાવ્યું હતું. આ ઉપરાંત છેલ્લા પાંચ દિવસથી પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતું. જેમાં લોકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. જ્યારે સિંધી સમાજ દ્ધારા શહેરની ગુરૂનાનક સોસાયટીમાં ભંડારાનું આયોજન કરાતા તેનો મોટી સંખ્યામાં લોકોએ લ્હાવો લીધો હોવાનું સમાજના અગ્રણી જિતુભાઈ રાસધારીએ જણાવ્યું હતું.
