આણંદના આયુર્વેદ સંકુલખાતે તા. 6 નવેમ્બર (શુક્રવાર)ને ધનતેરસના રોજ ભગવાન ધન્વંતરિનો પાટોત્સવ અને ધન્વંતરિ મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાશે. આ પ્રસંગે સવારે ભગવાન ધન્વંતરિનો પાટોત્સવ, બપોરે ઔષધીય હવન-યજ્ઞ અને સાંજે સમૂહ પૂજન, આરોગ્યકથા તથા ચિકિત્સોના સન્માનનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત ઉનાળાસના વિદ્ધાન બ્રાહ્મણો દ્ધારા સહસ્ત્રોપચાર પૂજન કરવામાં આવશે તેમજ શ્રી યંત્રની પૂજા, લક્ષ્મી પૂજન અને હવનનું પણ આયોજન કરાયું છે. સાંજે 7 વાગ્યે મહાપ્રસાદનું વિતરણ કરાશે. ર્ડાકટરોના આરાધ્ય દેવ ભગવાન ધન્વંતરિ છે. આણંદના આયુર્વેદ સંકુલમાં ભગવાન ધન્વંતરિનું મંદિર આવેલું છે. જ્યાં દેશ-વિદેશના વૈદ્યરાજો, ર્ડાક્ટરો અને વિવિધ ચિકિત્સા પધ્ધતિઓના નિષ્ણાતો પૂજા અર્ચના કરવા આવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો