શિક્ષણનગરી વલ્લભવિદ્યાનગર પોલીસ મથકની હદમાં ગત સોમવારે વિવિધ પંડાલોમાં 100થી વધુ વિઘ્નહર્તા દેવ ગણેશ ભગવાનની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું એક સપ્તાહ સુધી વિધ્નહર્તાદેવની આરાધના અને ઉપાસના કર્યા બાદ આજે રવિવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓના વડપણ હેઠળ આણંદ શહેરની મધ્યમાં આવેલા લોટેશ્વર તળાવ ખાતે વિવિધ પંડાલોમાં સ્થાપિત ગણપતિ ભગવાનની મૂર્તિઓનું વાજતેગાજતે શાસ્ત્ર્રોક્તવિધિ મુજબ વિસર્જન કરવામાં આવ્યું હતું.

ભાદરવા સુદ ચોથના પર્વે વિદ્યાનગરના વિવિધ પંડાલ ખાતે આતિથ્ય માણવા શ્રીજીનું આગમન થતાં પધરામણી કરવામાં આવી હતી.જયાંથી રવિવારે પરંપરાગત સપ્તાહનું આતિથ્ય માણી વિધ્નહર્તાનું પુઢચ્યા વર્ષી લવકર્યાના નાદ સાથે વાજતે ગાજતે લોટેશ્વર તળાવ ખાતે વિદાય આપવામાં આવી હતી. આ સમયે ફાયર અધીકારી ધર્મેશ ગોર સહિત વિભાગની ટીમ તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોવાનું જાણવા મળેલ છે. ગત સોમવારે ભાદરવા સુદ ચોથના દિવસે સપ્તાહનું આતિથ્ય માણવા વિદ્યાનગર વિસ્તારના વિવિધ પંડાલ ખાતે દુંદાળાદેવની પધરામણી કરવામાં આવી હતી. જે બાદ આજે પરંપરાગત સપ્તાહનું આતિથ્ય માણી વિદ્યાનગરથી વિધ્નહર્તાને વાજતેગાજતે શહેરના લોટેશ્વર તળાવ ખાતે ભાવિકો દ્વારા સજળ નેત્રે વિદાય આપવામાં આવી હતી. આ સમયે ફાયર અધિકારી ધર્મેશ ગોર સહિત લાશ્કરોની ટીમ તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.