ખંભાત તાલુકાના વટાદરા ગામે ભાવિકોમાં મીની સાળંગપુર તરીકે આસ્થા ધરાવતા પ્રખ્યાત શ્રી રોકડિયા હનુમાન મઢી મંદિર ખાતે ધાર્મિક આસ્થા સાથે સમાજ સુધારણાનો સુંદર સંદેશ આપતા ભવ્ય વ્યસનમુક્તિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આશરે 5000 હરિભક્તોએ એકસાથે આજીવન કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહેવાના તથા સ્વસ્થ અને સંસ્કારી જીવન જીવવાના શપથ લીધા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની ખંભાત શાખા તરફ્થી પણ વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ઓમ શાંતિના કિરણબેન, રેણુકાબેન સહિતના બહેનોએ વ્યસનમુક્તિના સંદેશ આપતા પોસ્ટર લગાવી ઉપસ્થિત હરિભક્તોને વિવિધ પ્રકારના વ્યસનોથી થતા નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તમાકુ, ગુટખા, દારૂ સહિતના વ્યસનો વ્યક્તિના શરીર, મન, પરિવાર અને સમગ્ર સમાજ ઉપર કેવી રીતે નકારાત્મક અસર કરે છે તે અંગે સમજણ આપવામાં આવી હતી. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો