આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ ડૉ.કે બી કથિરીયા પોતાના માનીતા ડૉ.હરેશ પટેલને અગામી 5 વર્ષના કાર્યકાળ માટે યુનિવર્સિટીના કુલપતિ પદે સત્તારૂઢ કરાવવા માટે ભારે ધમપછાડા કર્યા હોવાનું જાણવા મળ્યુ છે. ડૉ.પટેલ કથિરીયાના નજીકના હોય તેઓની વીસીપદે નિમણૂંક થાય તે માટે શતરંજની બાજી ખેલીને સચ ર્કમિટીમાં માનીતાનું નામ જાય તે માટે ખેલ ખેલ્યો હોવાની વાત ચર્ચાઇ રહી છે. મોભાદાર પદ મેળવવા માટે છેલ્લા બે મહિનાથી અનેક દાવેદારોએ 50 બાયોડેટા રજુ કરીને પદ મેળવવા લોમ્બિંગ કર્યુ છે. હકીકતમાં ગત ટર્મમાં કાયમી વીસીની નિર્મણૂંકથી વંચીત રહેલા ડૉ.રાજાબાબુને તક આપવામાં આવે એ યુનિવર્સિટીના હિતમા હોવાની વાત સામે આવી છે. જ્યારે પૂર્વ કુલપતિની લોબી એનકેન પ્રકારે ડૉ.હરેશ પટેલ માટે રાજકીય સબંધો તેજ કરીને તેઓની નિમણૂંક કરાવવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે. આણંદ, દાંતીવાડા તથા અન્ય એક યુનિવર્સિટીમાંથી એમ કુલ ત્રણ નામોની પેનલ સુપ્રત કરવામાં આવી છે. બીન રાજકીય રહેલી શૈક્ષણિક સંસ્થાઓમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલા રાજકીય ચંચુપાતના કારણે લાયકાત ધરાવતા ઉચ્ચ શિક્ષિત કે જેઓ હકીકતમાં ઓનમેરીટ હોવા છતા રાજકીય વગ ધરાવતા ન હોય તેઓ પદથી વંચીત રહે છે. અને વગદારો લાભ લેતા હોવાની વરવી વાસ્તવિકતા વર્તમાન ઉચ્ચશિક્ષણ પ્રણાલીમાં પ્રચલીત છે. પોતાના વહાલાઓને ગોઠવીને બેકસાઇડ યુનિવર્સિટીનું તંત્ર ચલાવવા માટે સોગટા ગોઠવવામાં આવી રહ્યા છે.
