આણંદ જીલ્લાના મોગર સ્થિત શંકરા આઈ હોસ્પિટલના પચાસ વર્ષના સેવાકીય પ્રવાસની ઉજવણીના ભાગરૂપે જગદગુરૂ પૂજ્ય શંકરા વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીએ વિશેષ રૂપે ઉપસ્થિત રહીને સંસ્થા અને જનતાને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સુવર્ણ જયંતી મહોત્સવમાં આણંદના સાંસદ મિતેશ પટેલે પણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. શંકરા આઈ ફાઉન્ડેશન દ્વારા દાયકાઓથી ચાલી આવતી નેત્ર સારવારની પરંપરાને આ પ્રસંગે બિરદાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આણંદ સ્થિત શંકરા આઈ હોસ્પિટલના પ્રમુખ ડો. મુરલી કૌશિક, મુખ્ય તબીબી અધિકારી ડો. નિશા આહુજા અને યુનિટ હેડ કર્નલ સુદીપકુમાર મહેતાએ ઉપસ્થિત સમુદાયને સંબોધીત કર્યા હતા. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો