વિજયનગર : વિજયનગર અને ભિલોડા બન્ને તાલુકાઓમાં પણ આદિવાસી સમાજના સંગઠનો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિજયનગરમાં,આંતરસુબા, પાલ વીરાંજલી, લીમડા સહિત આદિવાસી વિસ્તારોમાં સભાઓ અને રેલી યોજી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભિલોડામાં આદિવાસી યુવક-યુવતીઓ આદિવાસી પરંપરાગત વેશભૂષા સજજ થઈને શોભા યાત્રામાં જોડાયા હતા.આ શોભાયાત્રા બિરસામુંડા ધોલવાણી ત્રણ રસ્તાથી નીકળી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ - બહેનો જોડાયા હતા. અનેક્ર એક તીર એક કમાન, સબ આદિવાસી એક સમાન ક્ક ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આદિવાસીના હકો તેમજ આદિવાસીની અનામત, જળ , જંગલ, જમીન, પર્યાવરણ બચાવોના ઝુંબેશ લઈને ભિલોડા શહેરના માર્ગ પર ઊંટ ગાડી, ટ્રેક્ટરો પર બેનલ લગાડી પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને ડીજે સાથે નીકળેલી ગૌરવ યાત્રામાં આદિવાસી સમાજની પરંપરાગતના ઢોલ- નગારા, લેજીમ અને વાદ્યોના તાલે આદિવાસી નૃત્યો રજૂ કરી વાતાવરણને જીવંત બનાવી દીધું હતું. આ યાત્રાનું સમાપન સેંટ ઝેવિયર્સ સ્કૂલ માંકરોડા ખાતે થયું હતું. ઊજવણીનો મુખ્ય ઉદ્દેશ આદિવાસીઓની પ્રકૃતિ પૂજન અને પર્યાવરણ બચાવોનો સંકલ્પ,આદિવાસી સમાજ સંસ્કૃતિ પ્રકૃતિ સાથે જોડાયેલી રહે .આ દિવસે વૃક્ષારોપણ કરવામાં આવે. આદિવાસી સમાજના વારસા અને રીતિરિવાજોને જાળવી રાખવામાં આવે તે માટે ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે.
