બોરસદ : આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના સારોલ ગામે રૂ.17.75 કરોડના ખર્ચે નિર્માણ થનારા નવા વીજ સબ-સ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો. આ સબ-સ્ટેશન ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠાને વધુ સુદ્રઢ અને કાર્યક્ષમ બનાવશે. રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ગામો સુધી ગુણવત્તાસભર અને પૂરતો વીજ પુરવઠો પહોંચાડવાના હેતુથી વિવિધ વિસ્તારોમાં નવા સબ-સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે. આ આયોજનના ભાગરૂપે સારોલ ગામ ખાતે આ નવું વીજ સબ-સ્ટેશન સ્થાપિત કરવામાં આવી રહ્યું છે, જે સ્થાનિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભૂમિપૂજન પ્રસંગે મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું કે આ સબ-સ્ટેશન સારોલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું કે નવા સબ-સ્ટેશનના નિર્માણથી વીજળી સંબંધિત સમસ્યાઓનું કાયમી નિવારણ થશે અને વિસ્તારના સર્વાંગી વિકાસને વેગ મળશે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: