ભાઈકાકા યુનિવર્સિટી સાથે સંલગ્ન અને ચારુતર આરોગ્ય મંડળ દ્વારા પ્રાયોજિત શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે વાઘ બકરી ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી અદ્યતન હાઈ-વોલ્યુમ હીમોડાયાફ્લ્ટ્રિેશન (HDF) ડાયાલિસિસ મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે. હોસ્પિટલના ક્રિટિકલ કેર સેન્ટર ખાતે સ્થાપિત આ મશીનનું લોકાર્પણ 27 ઑક્ટોબર, 2026ના રોજ વાઘ બકરી ટી ગ્રૂપના સી.ઈ.ઓ. તુષાર ત્રિપાઠીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેફ્રોલોજિસ્ટ ડૉ. જૈનમ શાહ અને ડૉ. તીર્થેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વાઘ બકરી ટી ગ્રૂપના સી.એસ.આર. હેડ અજય સિસિલિયા, સી.એસ.આર. મેનેજર મિલન પ્રજાપતિ, ચારુતર આરોગ્ય મંડળના ચેરમેન એમેરિટસ અતુલ પટેલ તથા શ્રીકૃષ્ણ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જીતેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ સહયોગ માટેની પહેલ હોસ્પિટલના ફ્ંડ રેઇઝિંગ વિભાગના જનરલ મેનેજર રાકેશ વર્મા દ્વારા કરવામાં આવી હતી. હીમોડાયાફ્લ્ટ્રિેશન (HDF) ડાયાલિસિસની વિશેષતાઓ અંગે માહિતી આપતાં ડૉ. જીતેશ દેસાઈએ જણાવ્યું હતું કે, હાઈ-વોલ્યુમ હીમોડાયાફ્લ્ટ્રિેશન એ ડાયાલિસિસની અદ્યતન પદ્ધતિ છે, જે યોગ્ય દર્દીઓમાં પરંપરાગત હીમોડાયાલિસિસની સરખામણીએ લોહીમાંથી હાનિકારક તત્ત્વો દૂર કરવામાં વધુ અસરકારક સાબિત થઈ શકે છે.
