આણંદ : ઝાયડસ હોસ્પિટલ, આણંદ અને HR Shapersના સંયુક્ત ઉપક્રમે આજે Anand HR Summit & HR Leadership Awards Gatheringનું ભવ્ય આયોજન ઝાયડસ હોસ્પિટલ, આણંદના ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આણંદ, ખેડા, અમદાવાદ અને વડોદરા સહિતના વિવિધ શહેરોમાંથી 150થી વધુ HR પ્રોફેશનલ્સ, ઇન્ડસ્ટ્રી લીડર્સઅને મેનેજમેન્ટ પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપરાંત 50થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓએ પોતાની ભાગીદારી નોંધાવી હતી. કાર્યક્રમની મુખ્ય થીમ Talent Acquisition & Retention-Challenges & Way Forward રહી હતી, જેમાં આજના સમયમાં સંસ્થાઓને પ્રતિભાશાળી કર્મચારીઓ મેળવવા અને તેમને લાંબા ગાળે સંસ્થા સાથે જાળવી રાખવા સામે ઉભા થતા પડકારો અંગે વિસ્તૃત ચર્ચાકરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઝાયડસ હોસ્પિટલ, આણંદના કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ ડૉ. પ્રિયાંક પટેલ દ્વારા Talent Wellness વિષય પર વિશેષ માર્ગદર્શન આપવામાંઆવ્યું હતું. તેમણે કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય, તણાવ વ્યવસ્થાપન અને કાર્યસ્થળ પર સુખાકારીના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે HR ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિશેષ પેનલ ડિસ્કશન નું આયોજન કરવામાં આવ્યું હતું. HR Shapersના શ્રીઆશિષ ગકરે દ્વારા મોડરેટ કરવામાં આવેલી આ ચર્ચામાં નીચેના મહાનુભાવોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા કાર્યક્રમે HR ક્ષેત્રના વ્યાવસાયિકોને વર્કિંગ, જ્ઞાનના આદાન-પ્રદાન અને નવા વિચારો સાથે જોડાવાનું અનોખું મંચ પૂરું પાડયું હતું.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: