નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન ડો. મિતેશ શાહે ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગના સચિવ નરેશ પાલ ગંગાવારની વિશેષ ઉપસ્થિતિમાં ઈન્ટરનેશનલ ડેરી ફોડરેશનના ડેરી ઈનોવેશન એવોર્ડ્સ 2026 માં ત્રણ પ્રતિષ્ઠિત એવોર્ડસ સ્વીકારીને ભારતને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવ્યું છે. કુલ 182 એન્ટ્રીઓ વચ્ચે મળેલી આ ત્રિવિધ સિદ્રધ દર્શાવે છે કે ભારતનું ગ્રામીણ ડેરી ક્ષેત્ર હવે માત્ર દૂધ ઉત્પાદન પૂરતું મર્યાદિત ન રહેતા મહિલા નેતૃત્વ સામાજીક-આર્થિક સ્થિરતા અને શ્વેત ક્રાંતિ 2.0ના લક્ષ્યને સાકાર કરવાનું એક સશક્ત અને સર્વસમાવેશક વૈશ્વિક મોડલ બની ચૂક્યું છે. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે યોજાયેલા ઈન્ટરનેશનલ ડેરી ફોડરેશનના ડેરી ઈનોવેશન એવોર્ડસ 2026 ના આ સમારોહમાં એન.ડી.ડી.બી.ને તેના મણિપુર ડેરી ઈન ઈન્ડિયા બિલ્ડિંગ બ્રિજિસ થુ વિમેન-સેન્ટ્રિક કોઓપરેટિવ્સ ફોર સસ્ટેનેબલ લાઈવલિહૂડસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ખેતીમાં સામાજીક-આર્થિક સ્થિરતામાં નવીનીકરણની કેટેગરીમાં એવોર્ડ એનાયત થયો છે.
