આણંદ : આંકલાવ તાલુકાના ગંભીરા અને બામણગામ વિસ્તારમાં દરોડો પાડીને લાખોની કિંમતની મશીનરી જપ્ત કરવામાં આવી છે. આણંદના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની તપાસ ટીમ દ્વારા આજે વહેલી સવારે આંકલાવ તાલુકાના ગંભીરા-બામણગામને લાગુ મહી નદીના કિનારાના ભાગે ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઘટનાસ્થળે સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર રીતે ખોદકામ કરવામાં આવતું હોવાનું માલુમ પડયું હતું. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતા સાધનો પૈકી એક એક્સેવેટર મશીન તથા બે નાવડીઓ સહિત કુલ રૂ. 53 લાખની કિંમતનો મુદ્દામાલ તંત્ર દ્વારા સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યો છે. ખનીજ ચોરીના આ મામલામાં પકડાયેલા સાધનો અને મુદ્દામાલ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: