સુરતની પીપલોદ પાસપોર્ટ ઓફ્સિને આજે સવારના પાંચે વાગ્યાના સુમારે તેના સત્તાવાર ઈ-મેલ ઉપર એક ધમકીભર્યો મેસેજ આવ્યો હતો. જેમાં ડાકઘર અને પાસપોર્ટ ઓફ્સિમાં બોમ્બ મુકીને ઉડાડી દેવામાં આવનાર છે. અંગ્રેજી ભાષામાં લખાયેલા આ ધમકીભર્યા પત્રની જાણ પોલીસને કરવામાં આવતાં જ પોલીસની ટીમો તુરંત જ ત્યાં પહોંચી ગઈ હતી અને મે-ઈલના સ્ત્રોત તેમજ તેની પાછળના ઈરાદાની ઉંડાણપુર્વકની તપાસ હાથ ઘરી છે. બીજી તરફ્ હેડ ઓફ્સિથી મળેલી સુચનાને પગલે-પગલે આણંદની પોષ્ટ ઓફ્સિ તેમજ પાસપોર્ટ ઓફ્સિને તત્કાળ ખાલી કરાવી દેવામાં આવી હતી. જેને લઈને પાસપોર્ટની ઈન્કવાયરી માટે આવેલા અરજદારોની હાલત કફોડી થઈ જવા પામી હતી. પોષ્ટ-પાસપોર્ટ ઓફ્સિના તમામ અધિકારીઓ-કર્મચારીઓ તેમજ અરજદારોને કચેરીમાંથી બહાર નીકળી જવાની સુચના આપતા તમામ બહાર નીકળી જવા પામ્યા હતા. ઘટનાની જાણ થતાં જ શહેર પોલીસની ટીમ આવી પહોંચી હતી અને તુરંત જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા બોમ્બ ડીસ્પોઝલ સ્ક્વોર્ડ તેમજ ડોગ સ્ક્વોર્ડની ટીમો આવી પહોંચી હતી અને સમગ્ર પોષ્ટ ઓફ્સિ તેમજ પાસપોર્ટ ઓફ્સિના ખુણે-ખુણે તપાસ કરવામાં આવી રહી છે. જો કે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધી કોઈ વાંધાજનક વસ્તુઓ મળી આવી નથી. પાસપોર્ટ ઓફ્સિ કચેરીના સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસનું ચેકીંગ હાથ ધરાઈ ગયા બાદ પાસપોર્ટ ઈન્કવાયરીની કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે.
