આણંદ : આંકલાવ શહેરમાં નગરપાલિકા નવા ચીફ્ ઓફીસર આઈ.જે.ઠક્કરે ચાર્જ સાંભળતાની સાથે જ શહેરની હોટલો પર તવાઈ બોલાવી છે જેમાં નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમ દ્વારાહોટલો અને ખાણીપીણીના સ્થળોએ તવાઈ બોલાવવામાં આવી હતી. ટીમ દ્વારા કુલ 5 સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં લાઇસન્સ વિનાની જ્વાલા ચાઈનીઝ અને આશીર્વાદ હોટલને સીલ કરવામાં આવી હતી. સ્વચ્છતાને લઈને શિવ શક્તિ હોટલને નોટિસ ફ્ટકારવામાં આવી છે. તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે પણ ચકાસણી કરવામાં આવી હતી અને હોટલોમાં વપરાતા પનીરના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેને તપાસ માટે મોકલવામાં આવશે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહીને પગલે હોટલ સંચાલકોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે. નિયમોનું પાલન નહીં કરનાર હોટલો સામે આગામી દિવસોમાં પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.
