આણંદ : ચરોતર પ્રદેશમાં પ્રથમ વખત શ્રી કૃષ્ણ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગે એડવાન્સ સિન્થેટિક જ્વેલ એ.સી.એલ. ગ્રાફ્ટનો ઉપયોગ કરીને આર્થ્રોસ્કોપિક એન્ટિરિયર ક્રૂશિએટ લિગામેન્ટ (ACL) એટલે કે ઘૂંટણની અંદર આવેલું મહત્વનું લિગામેન્ટ રિકન્સ્ટ્રક્શન કરવાની સર્જરી સફ્ળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સર્જરી ડભોઈના 26 વર્ષીય યુવક પર કરવામાં આવી હતી. વોલિબોલ રમતી વખતે તેના ડાબા ઘૂંટણમાં ગંભીર ઈજા થતાં તેણે શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં આર્થ્રોસ્કોપિ અને સ્પોર્ટસ મેડિસિનના કન્સલ્ટન્ટ ડો. અરિન્દ્રજીત ગાંગુલીનો સંપર્ક કર્યો હતો. ડો. અરિન્દ્રજીત ગાંગુલીએ જણાવ્યું કે, સિન્થેટિક જ્વેલ એ.સી.એલ. ગ્રાફ્ટનો ઉપયોગ કરી આર્થ્રોસ્કોપિક સ્પોર્ટસ મેડિસિન ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ અને નવીન પ્રગતિ છે. દર્દીની સર્જરી સફ્ળતાપૂર્વક પૂર્ણ થઈ છે. અને દર્દી હાલમાં ઝડપી પોસ્ટ ઓપરેટિવ રીહેબિલિટેશન પ્રોટોકોલ હેઠળ સારી રીતે સાજા થઈ રહ્યા છે. ઓર્થોપેડિક વિભાગના વડા ડો. ધ્રૂવ શર્માએ જણાવ્યું કે આ સિદ્ધિ ચરોતર પ્રદેશમાં સ્પોર્ટસ મેડિસિનની સેવાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ દર્શાવે છે કે, અમારો વિભાગ ક્લિનિકલ નવીનતા, શૈક્ષણિક શ્રોષ્ઠતા, ટીમ વર્ક અને ઉચ્ચ ગુણવત્તાવાળી દર્દીસંભાળ માટે સતત કટિબદ્ધ છે. આ સર્જરી દરમ્યાન એનેસ્થેસિયોલોજી વિભાગે સફ્ળતાપૂર્વક એનેસ્થેસિયાનું સંચાલન કરી મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. સર્જરીમાં ડો. કૃનાલ ખારાએ તેમની નિષ્ણાત સેવાઓ આપી હતી જ્યારે આઉટસ હેલ્થકેર દ્વારા જરૂરી લોજીસ્ટિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.
