આણંદ રૂરલ પોલીસે સામરખા ગામની એચ. એલ. પટેલ હાઈસ્કુલ સામે આવેલા અજરપુરા રોડ ઉપર છાપો મારીને એક કન્ટેનરમાં મકાઈના ભુંસાની આડમાં લવાયેલો રૂ. 80.95 લાખની કિંમતની વિદેશી દારૂની કુલ 11,616 બોટલો સાથે ટ્રકચાલકને ઝડપી પાડીને કુલ રૂ. 1.01 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહીબીશન ધારાની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ આણંદ રૂરલ પોલીસને માહિતી મળી હતી કે, અજરપુરા રોડ ઉપર એક કન્ટેનર ટ્રકમાં મકાઈના ભુંસાની ગુણો વચ્ચે વિદેશી દારૂનો જથ્થો સંતાડીને લાવવામાં આવ્યો છે અને ડ્રાઈવર ડીલીવરી લેવા આવનારની રાહ જોઈ રહ્યો છે. જેથી પોલીસની ટીમ તુરંત ત્યાં પહોંચી ગઈ હતી અને ટ્રક કન્ટેનરમાંથી ડ્રાઈવરને ઝડપી પાડીને પુછપરછ કરતાં મકાઈના ભુંસાની ગુણો ભરેલી હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે ગુણો હટાવીને જોતાં અંદર વિદેશી દારૂની પેટીઓ ગોઠવેલી મળી આવી હતી. જેની હેરાફેર કરવા અંગેનું લાયસન્સ માંગતાં તેની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું. તેનું નામઠામ પુછતાં તે ગુરૂદેવસીંગ નવાબસીંગ ગીલ (રહે. કુલા ગુરૂદ્વારાની બાજુમાં તા. પટ્ટી, જી. તરનતારન, પંજાબ)નો હોવાનું જણાવ્યું હતું.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: