આણંદ શહેરમાં 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબકવાનાં કારણે ભાલેજ રોડ પરની દાતાર પાર્ક, કલિયર પાર્ક, વાલેદૈન પાર્ક સહિત પાંચથી વધુ સોસાયટીઓ જળબંબાકાર બની છે. સોસાયટીમાં જવાનાં માર્ગો પર ઢીંચણ સમાણા પાણી ફરી વળ્યા છે. જેને લઈને અવરજવર કરવી દુસ્કર બની છે. સ્થાનિક લોકો પોતાનાં વાહનો લઈને પણ પસાર થઈ શકતા નથી કેમ કે રસ્તો કાચો છે અને પાણી ભરાયેલા હોવાનાં કારણે વાહનો સ્લીપ થવાનાં તેમજ વાહનો બંધ થઈ જાય છે. જેનાં કારણે મહિલાઓને દુધ લેવા જવા, કરીયાણું લેવા જવા માટે ઢિંચણ સમાણા પાણી ડહોળીને અવરજવર કરવી પડે છે. આ અંગે સ્થાનિક રહીશોએ ઉગ્ર આક્રોશ વ્યકત કરતા કહ્યું હતું કે સોસાયટીઓ જળબંબાકાર થઈ હોવા છતાં મનપાનું તંત્ર વિસ્તારમાં ફરક્યુ નથી. એલટું નહી વોર્ડનાં નગરસેવકોને 48 કલાક બાદ રવિવારે મુલાકાત લેવાનો સમય મળ્યો જેને લઈને સ્થાનિક મહિલાઓએ ઉગ્ર રોષ વ્યકત કર્યો હતો.
