કરમસદ આણંદ મહાપાલિકાની કમિશ્નર આર એન ડોડીયાના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક મહાનગરપાલિકાના સભાખંડમાં યોજવામા આવી હતી. બેઠકમાં કમિશ્નર ડોડીયાએ સમિતિના અધિકારીઓને પરસ્પરના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કાર્ય ઝડપથી કરવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત જાહેરમાં કચરો નાખનાર સામે દંડનીય કાર્યવાહી કરવા, જાહેર રસ્તા પરના કોઇપણ પ્રકારના દબાણ હોય તો ત્વરિત હટાવવા માટે સૂચના આપી હતી. તેમજ ધારાસભ્ય અને સંસદ સભ્ય દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો, કરેલ રજુઆત તથા સુચનોનો તુરંત જ પ્રસૃત આપવા જણાવ્યુ હતું. બેઠકમાં સંસદસભ્ય મિતેશ પટેલે ટી.પી 10 માં હાઇટેન્શન ટાવર પાવરલાઇન રોડની વચ્ચે જ હોય શહેરીજનોને હાલાકી પડતી હોય લાઇન ખસેડવા તેમજ કૈલાસ ફાર્મ રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં ગટરની સુવિદ્યા, બાકરોલ વિસ્તારની સોસાયટીમાં ડ્રેનેજના કનેક્શન અંગે તેઓએ રજુઆત કરી હતી. તેમજ ધારાસભ્ય યોગેશ પટેલે અનેક વિસ્તારોમાં સ્ટોર્મવોટર પાણીની લાઇન નાખ્યા બાદ નવા રસ્તાઓનું નિર્માણ કરવા , સીસી રોડ બનાવવા, શહેરી વિસ્તારમાં પીવાનું પાણી આપવામાં આવે અને જે વિસ્તારમાં ગટરની વ્યવસ્થા નથી ત્યાં ગટરલાઇન સુવિદ્યા પહોંચાડવા અને વલ્લભ વિદ્યાનગરના ભાઇકાકા સ્ટેચ્યુ પાસે ઓવરબ્રીજનું નિર્માણની રજુઆત તેઓએ કરી હતી. બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર પી.આર.સંગાડા, એસ કે ગરવાલ, નાયબ પોલીસ અધિક્ષક જે એન પંચાલ, મામલતદાર શહેર, સીટી ઇજનેર જીગર પટેલ, આરોગ્ય, જમીન માપણી, ફાયર સહિતના વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: