આણંદ શહેરના અક્ષરફાર્મ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખ પટેલ અને શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલ સોલંકી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉ. અર્ચનાબેન પ્રજાપતિની ઉપસ્થિતિમાં વિદ્યાપથ પ્રોજેક્ટ કામગીરીની સમીક્ષા, બાલવાટિકા સર્વે, પ્રવેશોત્સવની પૂર્વ તૈયારી, ત્રિ-માસિક કસોટી પત્રક, વાર્ષિક પરીક્ષા, નિપૂર્ણ ભારત સર્વેક્ષણ, પ્રસ્થાએપ, પ્રોજેક્ટ તાલીમ, જ્ઞાનસાધના પરીક્ષા, સીઇટી રજિસ્ટ્રેશન પ્રક્રિયા તેમજ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે બેઠક મળી હતી. જેમાં બાપ્સ સંસ્થાના સ્વામી ભગવતચરણે આશિર્વચન આપતા જણાવ્યુ હતુ કે શિક્ષણ સાથે સંસ્કારનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષકોને પ્રેરીત કર્યા હતા. તેમજ જિલ્લા પંચાયતની ટર્મ પૂર્ણ થતી હોય પ્રમુખ હસમુખ પટેલ અને શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલ સોલંકીને ભગવતચરણ સ્વામીએ વિશેષ આશિર્વાદ આપ્યા હતા. બેઠકમાં શાળામાં શૈક્ષણિક કાર્યની ગુણવત્તા સુધારવા, વિદ્યાર્થીઓમાં વાંચલ લેખન અને ગણિતીય કુશળતા મજબુત કરવા હાકલ કરાઇ હતી. તેમજ શિક્ષણ પ્રક્રિયામાં નવીનતા, પ્રવૃત્તિ આધારિત અભ્યાસ અને નિયમિત શૈક્ષણિક મુલ્યાંકન ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: