કરમસદ, પેટલાદ, ભાદરણ અને ખંભાતની બીનખેતી થયેલી મિલકતોના સી-વન સત્તાપ્રકારની માલીકીની પ્રોપર્ટીઓમાં નામ ટ્રાન્સફર સહિતના કેટલાક મુદ્દાઓને લઇને છેલ્લા ઘણા લાંબા સમયથી મિલકતધારકો પરેશાન થઇ રહ્યા છે. સરદાર પટેલના નિવાસ સ્થાન સહિત 600 ઉપરાંતના મિલકતધારકોને સમસ્યા ઉકેલવાની શક્યતાઓે સેવાઇ છે. ત્યારે આણંદ જિલ્લા પ્રભારી અને મહેસુલમંત્રી સંજયસિંહ મહિડાના ગાંધીનગર કાર્યાલય ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. જેમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મહિડા ઉપરાંત આણંદ સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ સહિતનાઓએ વિસ્તૃત ચર્ચાઓ હાથ ધરી હતી. બેઠકમાં અધિક મુખ્ય મહેસુલી સચિવ જયંતિરવી, જમીન સુધારણા સચિવ બિજલ શાહ, સેટલમેન્ટ કમિશ્નર આન્દ્રા અગ્રવાલ અને કલેક્ટર પ્રવિણ ચૌધરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સી-વન પ્રકારની મિલકતો છેલ્લા ઘણા વર્ષોથી કાનુની પ્રક્રિયા અને વહીવટી અડચણો વચ્ચે કામગીરી ટલ્લે ચઢી હતી. અનેક વખત ચૂંટાયેલા જનપ્રતિનિધીઓએ પણ સમાયંતરે ગાંધીનગર સરકારમાં વારંવાર રજુઆત કરી હતી. હાલમાં આણંદ જિલ્લાના સંસદસભ્ય અને ધારાસભ્યએ પ્રભારીમંત્રી સમક્ષ રજુઆત કરતા ગતરોજ સચિવાલય ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા અને પરામશ કરાઇ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો