આણંદ જીલ્લામાંથં પસાર થતી મહીસાગર નદીમાં ખાનપુર, લાલપુરા, વાસદ, રાજુપુરા, ગંભીરા, બામણગામ અને કાનવાળી સહિતના નદી પટમાં રેતી ખનન બેફામ થઈ રહ્યું હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે. મહીસાગર નદીમાંથી નિયમો અને પરવાનગીના ભંગ સાથે રેતી ખનન કરવામાં આવતી હોવાની ફરિયાદો વચ્ચે વહીવટી તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. મહીસાગર નદીના પટમાં રેતી ખનનને લઈને અગાઉ ખાણ-ખનીજ, પોલીસ તથા વિજિલન્સ સહિતની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન વાહનો સહિત લાખો-કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાના બનાવો પણ સામે આવ્યા છે. જોકે સ્થાનિકોનો આક્ષેપ છે કે દરોડા અને કાર્યવાહી માત્ર થોડા સમય પૂરતી જ સીમતિ રહે છે અને થોડા દિવસ બાદ ફરી એ જ સ્થળોએ રેતી ખનનનો ધંધો ધમધમવા લાગે છે. બેફામ રેતી ખનનને કારણે નદીના કુદરતી પ્રવાહ, પર્યાવરણ અને નદીકાંઠાના વિસ્તારને નુકસાન થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નદીના પટમાં મોટાપાયે ખોદકામથી અકસ્મતો અને જાનહાનિનું જોખમ પણ વધી શકે છે. તેમ છતાં ખનન પ્રવૃત્તિ પર કાયમી અંકુશ કેુમ આવી શકતો નથી તેવો સવાલ હવે લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. જો ગેરકાયદેસર રેતી ખનન સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે તો પછી થોડા જ દિવસોમાં ફરી ખનન કેવી રીતે શરૂ થઈ જાય છે દરોડા બાદ સ્થળ પર સતત દેસરખરેખ કેમ રાખવામાં આવતી નથી ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે માત્ર વાહનો જપ્ત કરવાની કાર્યવાહી પૂરતી છે કે પછી સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાની જરૂર છે આવા અનેક સવાલો સ્થાનિકોમાં ઉઠી રહ્યા છે. નદી પટમાં લાંબા સમયથી રેતી ખનન થતું હોવાની ફરિયાદો વચ્ચે સ્થાનિક નેતાઓ અને જનપ્રતિનિધિઓ આ મુદ્દે જાહેરમાં અવાજ કેમ ઉઠાવતા નથી નદી અને પર્યાવરણને નુકસાન થતું હોય તો જવાબદાર તંત્ર સમક્ષ રજૂઆત કરીને કાયમી ઉકેલ લાવવાની દિશામાં પ્રયાસો કેમ થતા નથી તેવો સવાલ પણ લોકોમાં ઉઠયો છે. સ્થાનિકોની માંગ છે કે મહીસાગર નદીના પટમાં ચાલી રહેલા રેતી ખનનની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, પરવાનગી ધરાવતા અને ગેરકાયદેસર ખનન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવમાં આવે તથા નિયમોનો ભંગ થતો હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. માત્ર દરોડા પાડી મુદ્દામાલ જપ્ત કરવાને બદલે ખનન ફરી શરૂ ન થાય તે માટે કાયમી દેખરેખ ગોઠવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
