રાજ્યપાલે હળ ચલાવીને ખેતરમાં ખેડાણ કર્યું હતું, આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોને રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિને લગતી બાબતો અંગે વિસ્તારપૂર્વક સમજ આપી હતી. તેમજ પ્રાકૃતિક કૃષિ દ્વારા કેવી રીતે વધુ ઉપજ મેળવી શકાય તેના વિવિધ આયામો અંગે પણ માહિતી આપી હતી. ઉપરાંત ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિને લગતા સવાલોના જવાબો આપી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું..


મહાનુભાવે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણમાં પોતાનું યોગદાન આપ્યું હતું

પ્રાકૃતિક ફાર્મની મુલાકાત બાદ રાજ્યપાલે રૂણજ ગામે સરદાર સ્મૃતિ વન ખાતે 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. રાજ્યપાલશ્રીએ વડના છોડનું વાવેતર કરી ત્રણ વર્ષ સુધી તેની જાળવણી કરવા અધિકારીઓને સૂચના પણ આપી હતી. રાજ્યપાલની સાથે ઉપસ્થિત મદદનીશ કલેકટર હિરેનભાઈ બારોટ અન નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈએ પણ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણમાં પોતાનું યોગદાન આપ્યું હતું.


આ પણ વાંચો : Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના દિશા નિર્દેશનમાં CM ડેશબોર્ડ દ્વારા ગવર્નન્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ GPIની પહેલ


  • Follow us on: