વલ્લભવિદ્યાનગર : આણંદ શહેરના લોટેશ્વર તળાવનું કરોડોના ખર્ચે બ્યુટીફીકેશન કરવામાં આવ્યુ હતું. પરંતુ જાળવણીના અભાવે તળાવની દુર્દશા થઇ છે. તત્કાલિન નગરપાલિકાના શાસકોએ તળાવને રી-ડેવલોપ કરવા પાછળ કરોડોનું આંધણ કર્યુ હતું . ત્યાર બાદ કરમસદ આણંદ મહાનગરપાલિકાની રચના કરવામાં આવતા તળાવને વધુ વિકસિત કરવાના દાવા કરી મીની કાંકરિયા વિકસાવાસેની વાતો કરવામાં આવી હતી. પરંતુ આજે તળાવની રોનક હણાઇ છે. પાણી વીના તળાવની સુંદરતા અદ્રશ્ય થઇ છે.અને મીની કાંકરિયાના સપના માત્ર સપના જ રહ્યા અને શહેરી જનોને ગ્રાન્ટ વાપર્યા બાદ પણ સુવિદ્યા ઉપલબ્ધ બની નથી. તેમજ મનપાએ વધુ 1.72 કરોડ રૂપિયાના ખર્ચે રિપેરીંગ માટે ફાળવવામાં આવ્યા હતા. ત્યારે બીજી તરફ મનપાએ બજેટમાં તળાવના બ્યુટીફીકેશનનો ઉલ્લેખ કર્યો પરંતુ સ્થળ ઉપર નક્કર કામગીરી કરવામાં ન આવી હોવાનો ગણગણાટ શરૂ થયો છે. તેમજ સૌથી મોટો પ્રશ્ન લોટેશ્વર અને ગોયા તળાવમાં બીલકુલ પાણી ન હોય કે પાણીના સંગ્રહની સમસ્યા હોય તેવા સંજોગોમાં બ્યુટીફીકેશન પાછળ શા માટે કરોડોનું આંધણ કરવામાં આવી રહ્યુ છે. તે મુદ્દે અનેક સવાલો ઉભા થયા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: