આંકલાવ શહેર અને તાલુકાના પ્રત્યેક વિસ્તારના વિકાસ માટે કોઇ કચાશ રાખવામાં આવશે નહી. પાયાની તમામ સુવિદ્યાઓ પ્રત્યેક નાગરિક સુધી પહોંચાડવામાં આવશે. ગત ટર્મમાં ભાજપના તાલુકા પંચાયતના ચૂંટાયેલા 7 સભ્યોના મતવિસ્તારના કામો માટે કોંગ્રેસે ભેદભાવની નીતિ અપનાવી વિકાસ માટે ફુટી કોડી પણ આપી ન હતી. ત્યારે સંસદસભ્યની ગ્રાન્ટમાંથી તેઓના વિસ્તારના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવી હતી. તેમ આણંદના સંસદ સભ્ય મિતેશ પટેલે જણાવ્યુ છે. ગત રોજ આંકલાવ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં યોજાયેલી સભામાં સંસદ સભ્યએ આંકલાવ તાલુકા પંચાયતમાં ગત ટર્મમાં ભાજપના ચૂંટાયેલા સભ્યોને કોંગ્રેસના તાલુકા પંચાયતના હોદ્દેદારોએ ગ્રાન્ટ ન ફાળવી ધરાર તેઓની અવગણના કરી હોવાના મુદ્દે સર્જાયેલા વિવાદ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યુ હતુ કે કોંગ્રેસ હર હંમેશા વિકાસ વિરોધી રાજનીતિ કરીને તે વિસ્તારના કામો કર્યા નથી. આંકલાવ તાલુકા પંચાયતમાં ભાજપ તરફી વાતાવરણ ઉભુ થયુ છે. અને પરિણામ બાદ ભગવો લહેરાવવાનો છે.તે વાત સ્પષ્ટ છે. જેથી હાર પામી ચુકેલા કોંગ્રેસના નેતાઓ બેબાકળા થયા છે. આઝાદીકાળથી આંકલાવ મતવિસ્તારના અનેક વણઉકેલ્યા પ્રશ્નો મુખ્યમંત્રી સુધી રજુઆત કરી સફળ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યા છે.19 નાળાના રસ્તાઓ ક્યારેય બન્યા ન હતા. જે સંસદ સભ્યની રજુઆતથી તત્કાલિક મંજુર કરી પુર્ણ કરાયા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: