X

બ્રહ્માંડમાં અનેક રહસ્યમયી અને રોમાંચપુર્ણ ખગોળીય ઘટનાઓ સમયાંતરે સર્જાતી રહે છે. ત્યારે પૃથ્વી તેની ધરી ઉપર 23.5 અંશ તેમજ સુર્યની ચોતરફ પરિભ્રમણ લઇને લાંબા-ટુંકા દિવસ રાત્રિનો સંયોગ સર્જાયો હોય છે.

ત્યારે 22 ડિસેમ્બર સોમવારે વર્ષના સૌથી ટુંકા દિવસ અને સૌથી પ્રલંબ 13 કલાક અને 17 મિનીટની રાત્રિના શુભ સંયોગના વિશિષ્ટ યોગને ખગોળશાસ્ત્ર, અવકાશવિજ્ઞાનમાં રસ ધરાવતા નાગરિકો જીજ્ઞાસાપુર્વક માણશે. ચરોતર પ્રદેશમાં શિયાળુઋતુ સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે મહત્વની બની રહે છે. શિયાળુઋતુમા ટુંકા દિવસો અને લાંબી રાત્રિઓને લઇને નાગરિકોને શરીર તેમજ સ્વાસ્થ્યની સંભાળ, જાળવણી, પુરતો આહાર, શરીર સૌષ્ઠવ કેળવવા કે વજન વધારવા-ઘટાડવા માટે એકસરસાઇઝ, પૌષ્ટિક ભોજન, વસાણાપાકનો ઉપયોગ, પુરતી નિંદ્રાના કારણે તંદુરસ્તી જળવાઇ રહે છે. જોકે શિયાળુઋતુ ખગોળવિજ્ઞાનને લગતી અદભુત ઘટનાને લઇને પણ મહત્વપુર્ણ બની રહે છે. ત્યારે પૃથ્વીના ધરીના 23.5 ડિગ્રીના ઝુકાવ તેમજ સુર્યના પરિભ્રમણના કારણે પ્રત્યેક વર્ષે ડિસેમ્બર માસમાં અનોખો સંયોગ સર્જાય છે. જેમા 22 ડિસેમ્બરે વર્ષના સૌથી ટુંકા દિવસ અને સૌથી પ્રલંબ રાત્રિનો સંયોગ રચાતો હોઇ સોમવાર આણંદ-ખેડા જિલ્લાના વાસીઓ વિશિષ્ટ ખગોળીય ઘટનાની અનુભુતિ માણશે. 23 ડિસેમ્બર બાદ સેકન્ડની ગણતરીએ દિવસ લાંબો થતો જશે અને રાત્રિ ધીરે-ધીરે ટુંકી થતી જશે. જોકે મે-જુન માસ બાદ લાંબા દિવસો અને ટુંકી રાત્રિનો તાલમેલ જળવાઇ રહે છે.ત્યારે સોમવારે વિશિષ્ટ દિવસે ખગોળ, જયોતિષ અને અવકાશ વિજ્ઞાનમાં રસ ધરાવતા નાગરિકો માટે મહત્વની આકાશી ઘટના રસ અને અભ્યાસનો વિષય બનશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: