વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે રાષ્ટ્ર સેવિકા સમિતિ, નડિયાદ વિભાગ આણંદ જીલ્લા પ્રથમ વખત બહેનો દ્વારા શસ્ત્રપૂજન તથા પથસંચાલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સાહિત્ય પરિષદના ડો. અનુ મહેતાએ સમિતિની સ્થાપના અને સ્થાપિકા લક્ષ્મીબાઈ કેળકર (મૌસીજી)નું યોગદાન. નારીશક્તિ, સંસ્કાર અને રાષ્ટ્રનિર્માણ, ભારતીય સંસ્કૃતિ અને પરિવાર વ્યવસ્થામાં મહિલાઓની ભૂમિકા જેવા વિષયોને ઉજાગર કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત ભગવા ધ્વજના પૂજનથી કરવામાં આવી હતી. શહેરના શાન રોડ મેદાનથી શાસ્ત્રી મેદાન સુધીના માર્ગ પર બહેનોએ પથસંચાલન કર્યુંહતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો