મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનના મહત્વના જે-સ્લેબ જાપાનની શિંકાનસેન ટ્રેક સિસ્ટમનું ઉત્પાદન આણંદ અને સુરત નજીક કિમ ખાતે આધુનિક ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરીંગ શરૂ કરવામાં આવ્યુ છે. મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાનની શિંકાનસેન ટ્રેક સિસ્ટમ આધારિત જે-સ્લેબ બેલેસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. જેનો ભારતમાં પ્રથમ વખત ઉપયોગ થશે.આ ટ્રેક સિસ્ટમ આરસી ટ્રેક બેડ, સિમેન્ટ એસ્ફાલ્ટ મોર્ટાર (સીએએમ), પ્રીકાસ્ટ ટ્રેક સ્લેબ અને ફાસ્ટનર્સ સાથેની રેલ આ ચાર મુખ્ય ઘટકોમાંથી બનેલી છે. આ જે-સ્લેબના ઉત્પાદન માટે ગુજરાતમાં સુરત નજીક કિમ અને આણંદ ખાતે બે આધુનિક ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ સુવિદ્યાઓ (ટીએસએમએફ)શરૂ કરવામાં આવી છે. આ કારખાનાઓ ઉચ્ચ ગુણવત્તાવાળા કાંક્રિટ સ્લેબને ચોક્કસ માપદંડ સાથે તૈયાર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.જેથી પ્રોજેક્ટ માટે મહત્વપૂર્ણ ઘટક સતત ઉપલબ્ધ થઇ શકે કારખાનામાં બનેલા ટ્રેક સ્લેબને સ્ટેકિંગ વિસ્તારમાં સંગ્રહિત કરવામાં આવે છે અને ત્યારબાદ ટ્રેલરો દ્વારા ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ ટીસીબી સુધી પહોંચાડવામાં આવે છે જે જમીન તેમજ વાયાડક્ટ પર ટ્રેક સ્લેબ, મશીનરી અને સાધનોના સંચાલન માટે આધારરૂપ બને છે.ટ્રેક નિર્માણ કાર્યને સરળ બનાવવા માટે રેલ, ટ્રેક સ્લેબ, મશીનરી અને સાધનોનું સંચાલન સામેલ છે. હાલમાં 10 ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ કાર્યરત છે. જેમાંથી 4 સુરત-બિલીમોરા-વાપી વિભાગ વચ્ચે અને 6 વડોદરા-આણંદ-અમદાવાદ વિભાગ વચ્ચે આવેલ છે.ટ્રેક પ્રક્રિયા સંપૂર્ણ પણે આધુનિક મશીનરી દ્વારા યાંત્રિક બનાવવામાં આવી છે. જે જાપાનની બાંધકામ પદ્ધતિઓ મુજબ ડિઝાઇન મુજબ બનાવવામાં આવી છે. જેમાનાં મોટાભાગના સાધનો ભારતમાં બનાવવામાં આવ્યા છે.ટ્રેક નિર્માણ મશીનરી ફ્લેશ બટ વેલ્ડિંગ મશીન )એફબીડબલ્યુએમ) 25 મીટર લાંબી 60 લિોગ્રામ બટ વેલ્ડિંગ મશીન દ્વારા જોડીને 200 મીટર લાંબા પેનલ બનાવવામાં આવે છે. જે ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ ટીસીબી પર વાયાડક્ટ ઉપર તૈયાર થાય છે. 320 કિ.મી પ્રતિ કલાકની ગતિએ હાઇ-સ્પીડ ટ્રેન સંચાલન યોગ્ય બનાવવા માટે રેલ વેલ્ડિંગ શરૂ કરતા પહેલા કડક પરીક્ષણ અને મંજુરી પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. રેલ વેલ્ડ ફિનિશિંગ તેમજ નિરીક્ષણ અને પરીક્ષણ માટે તાલીમ અને પ્રમાણપત્ર જાપાનની કંપની જેએઆરટીએસ દ્વારા આપવામાં આવ્યું છે. જે વેલ્ડિંગ કાર્ય શરૂ કરવા માટે જરૂરી છે.ટ્રેક સ્લેબ લેયિંગ કાર (એસએલસી) પ્રીકાસ્ટ ટ્રેક સ્લેબને વાયાડક્ટ પર ઉંચકીને ખાસ ડિઝાઇન કરેલી એસએલસી પર લોડ કરવામાં આવે છે અને ટ્રેક બિછાવવાની જગ્યાએ લઇ જવામાં આવે છે. એસએલસી એક સમયે 5 સ્લેબ ઉઠાવી શકે છે. જેની મદદથી સ્લેબને આરસી ટ્રેક બેડપર ચોક્કસ સ્થાન પર સ્થાપિત કરવામાં આવે છે. રેલ ફીડર કાર (આરએફસી) 200 મીટર લાંબા રેલ પેનલને આરએફસી પર લોડ કરી આરસી ટ્રેક બેડ પર બિછાવવામાં આવે છે. આરએફસી લેવની જોડીને આરસી પર આગળ ધપાવે છે. અને શરૂઆતમાં આરસી બેડ પર અસ્થાયી ટ્રેક બિછાવવામાં આવે છે. સિમેન્ટ એસ્ફાલ્ટ મોર્ટાર ઇન્જેક્શન કાર (સીએએમ કાર) આરસી પર સ્લેબ મુક્યા પછી સીએએમ કાર બીજા ટ્રેક પર ચાલે છે. (યુપી અને ડીએન બન્ને લાઇન પર સ્ટાન્ડર્ડ ગેજનું અસ્થાયી ટ્રેક પહેલા બિછાવવામાં આવે છે) સીએએમ કાર નિર્ધારિત પ્રમાણમાં સીએએમ સામગ્રી મિક્સ કરે છે અને ત્યારબાદ સ્લેબની નીચે ખાસ બેગમાં સીએએમ મિશ્રાણ ઇન્જેક્ટ કરે છે. જેથી અંતિમ ટ્રેકની જરૂરી લાઇન અને લેવલ જાળવી શકાય.

Patan : કોંગ્રેસ MLA કિરીટ પટેલ સામે ચીફ ઓફિસરે ઠોક્યો બદનક્ષીનો દાવો, રાજકારણમાં મોટો ભડકો









