સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરને જોડતી રેલ લાઈન પર ડબલ ટ્રેકની સુવિધા થઈ છે, ત્યારે હવે દિલ્હી-મુંબઈ અને ઉજ્જૈન માટે આણંદથી ગોધરા વાયા ડાકોરના નવા રૂટની ટ્રેન શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.
ડાકોરમાં વર્ષે અંદાજે 15 લાખથી પણ વધુ યાત્રાળુઓ આવે છે. તેનાથી આ યાત્રિકો તેમજ 10 હજાર ઉપરાંત પરિવારોને આ સુવિધાનો લાભ મળશે. ડાકોરની આસપાસ ગળતેશ્વર, ફાગવેલ, સહિતના અન્ય ધાર્મિક સ્થળો ઉપરાંત ઐતિહાસિક મહત્વ ધરાવતા અન્ય વિસ્તારો આવેલા છે.
આ અંગે યાત્રાધામ ડાકોરના સર્વે સંતો તથા આશ્રામ, મંદિર અને મઠ વગેરે તરફથી પિૃમ રેલવે વિભાગ, વડોદરાના ડી.આર.એમ.ને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે ડાકોર એ સુપ્રસિધ્ધ યાત્રાધામ તરીકે તેમજ ધાર્મિક દ્રષ્ટ્રિએ મહત્વનું સ્થળ છે. રણછોડરાય મંદિર ડાકોર અને ગળતેશ્વર મહાદેવ મંદિર આશરે 1પ કિ.મી.ના અંતરે આવેલા છે. આ ઉપરાં ઔદ્યોગિક દ્રષ્ટ્રિએ વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન અને એસીસી સિમેન્ટ કંપની સેવાલિયા, રૈયોલી (બાલાસિનોર)ના ઐતિહાસિક એવા ડાયનોસોર પાર્ક, ટુવા અને લસુન્દ્ર જેવા ગરમ પાણીના કુંડ સહિત ગુજરાતમાં ક્ષત્રિય સમાજ સહિત અન્ય સૌના માટે મહત્વના ગણાતા વીર ભાથીજી મહારાજના યાત્રાધામ તરીકે જાણીતા ફાગવેલ જેવા મહત્વના સ્થળો નજીકના અંતરે આવેલા છે. ડાકોર વિસ્તારમાં આવતા યાત્રિકો અને ઉદ્યોગ સાહસિકોને ઉજ્જૈન, મુંબઈ તથા દિલ્હીમાં અવારનવાર આવવા - જવાનું થાય છે. આ શહેરોમાં અવર - જવર માટે અત્યારે તો અહીંના લોકોને આણંદ અથવા ગોધરા જવું પડે છે. ડાકોર-આણંદ રેલ લાઈનને હવે અપગ્રેડ કરીને ડબલ ટ્રેક કરી સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ ડબલ ટ્રેક નેટવર્કનો ઉપયોગ કરી ડાકોર, સેવાલિયા વગેરે વિસ્તારના નાગરિકોની સુવિધામાં વધારો થાય એ માટે આણંદથી વડોદરા થઈને જતી ટ્રેનો આણંદથી ગોધરા વાયા ડાકોરના રૂટ પર દોડાવવામાં આવે તો નાગરિકોની સુવિધામાં વધારો થવાની સાથોસાથ રેલવેની આવકમાં પણ વધારો થાય એમ છે. તેથી આ બાબતે પિૃમ રેલવે, વડોદરાના ડી.આર.એમ. સમક્ષ સંતો અને મંદિરો તરફથી રજૂઆત કરવામાં આવી છે. આનાથી ડાકોરના વિકાસને વેગ મળશે, તેમજ ડાકોર આવતા યાત્રિકોની સુવિધાઓમાં પણ વધારો થશે. ઉલ્લેખનીય છે કે પૂનમ તથા જન્માષ્ટમી વગેરે જેવા તહેવારો પર ડાકોર આવવા - જવા માટે અમદાવાદ તેમજ વડોદરાથી વાયા આણંદ થઈને ટ્રેનો દોડાવવામાં આવે છે, ત્યારે હવે આ રૂટ પર દિલ્હી-મુંબઈ અને ઉજ્જૈન માટે નવી ટ્રેનોની ફાળવણી કરવાની માંગ કરવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો