આણંદ : આણંદ જીલ્લાના નાપા સ્થિત આદર્શ એજ્યુકેશનલ કોમ્પલેક્સ ખાતે વિકસીત ભારત@2047નાનિર્માણમાં એકતા સાંસ્કૃતિક વિવિધતા અને લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા વિષય પર પરિસંવાદ યોજાઈ ગયો. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળના રાષ્ટ્રીય લઘુમતી શૈક્ષણિક સંસ્થા આયોગના કાર્યકારી અધ્યક્ષ પ્રો. ડો. શાહિત અખ્તર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાવરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમારની વિશેષ ઉપસ્થિતિમાં આ વર્કશોપ યોજાયો હતો. પ્રો. શાહિત અખ્તરે પોતાના સંબોધનમાં જણાવ્યું કે દેશની લઘુમતી શાળાઓમાં 68.4 લઘુમતી અને 31.6 ટકા અન્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓ સાથે મળીને અભ્યાસ કરે છે જે વિવિધતામાં એકતાનું પ્રતીક છે. તેમણે વર્તમાન સમયમાં સમાજને કટ્ટરતાથી બચાવી ભાઈચારા તરફ વાળાવાની જરૂરિયાત પર ભાર મુકતાં ઉમેર્યું કે શિક્ષણ સાથે ઈન્સાનિયત અનિવાર્ય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો