અહિમા ગામે રહેતા દેવેન્દ્રસિંહ તખતસિંહ ચૌહાણ (ઉ. વ. 39)ગઈકાલે વહેલી સવારના સુમારે કારમાં તેના મિત્રો સાથે દિવ- દમણ ફરવા માટે ગયો હતો. ત્યાં મોજમસ્તી કરીને રાત્રીના સુમારે પરત ર્ફ્યા હતા. દરમ્યાન દેવેન્દ્રસિંહના ઘરની નજીક આવેલી દુકાનના ખાટલામાંથી આજે વહેલી સવારના સુમારે દેવેન્દ્રસિંહની લાશ મળી આવી હતી. પિતરાઈ ભાઈએ જોતા જ તેણે તુરંત જ ઘરના સભ્યો અને 108 મોબાઈલ વાન-પોલીસને જાણ કરતાં તેઓ આવી પહોંચ્યા હતા. તપાસ કરતા દેવેન્દ્રસિંહ મૃત્યુ પામ્યો હતો. જેથી પરિવારજનો ઓડ આઉટ પોસ્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને દેવેન્દ્રસિંહની હત્યા કર્યા બાદ લાશને ખાટલામાં સુવડાવી હોવાના આક્ષેપ કર્યો હતો. તેની જીભ પણ થોડી બહાર નીકળી ગયેલી મળી આવી છે. જેને લઈને પોલીસે લાશને પીએમ માટે ઓડના સીએચસી સેન્ટર ખાતે મોકલી આપી હતી. અને પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવવાની તજવીજ હાથ ઘરી છે. આ અંગે ખંભોળજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. પીઆઈ વી. આર. ઉલ્વાના જણાવ્યા અનુસાર મરણ જનાર દેવેન્દ્રસિંહ પરિણીત અને મંડપ ડેકોરેશનનું હતો અને તેને સંતાનમાં પાંચ દિકરીઓ જ છે. ગઈકાલે સવારે મિત્રો સાથે દિવ-દમણ ફરવા માટે ગયા હતા. ત્યારબાદ રાત્રીના સુમારે પરત ફરતી વખતે તેનું મૃત્યુ થયું હોવાની શંકા સેવાઈ રહી છે. જેથી લાશનેખાટલામાં સુવડાવીને જતા રહ્યા હતા. નવાઈની વાત તો એ છે કે તેમણે દેવેન્દ્રસિંહના પરિવારને જાણ પણ કરી ન હોતી. જેને લઈને હત્યાની આશંકા મજબુત થઈ રહી છે. જો કે શરીર ઉપર દેખાતી ઈજાના કોઈ ચિહનો મળી આવ્યા નથી. મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવાઈ રહ્યું છે. પીએમ રિપોર્ટમાં મોતનું સાચુ કારણ બહાર આવશે. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવશે. પરિવારના સભ્યો દ્વારા સાચો ન્યાય મળે તે માટેની માંગણી કરી રહ્યા છે.
