અમદાવાદ-વડોદરા રેલ્વે લાઇનના આણંદ શહેરના ભાલેજ બ્રીજ નીચેથી આજે બપોરના સમયે ગુડ્સ ટ્રેન પસાર થઇ રહી હતી. તે સમયે ત્રણ ડબ્બા પાટા પરથી ખરી પડતા અફરાતફરી મચી ગઇ હતી અને આજુ બાજુ વિસ્તારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે ત્રણ ડબ્બા ખડી પડતા રેલ વ્યવહાર ખોરવાયો હતો. તેમજ તત્કાલિક અસરથી રેલ્વેના અધિકારીઓએ ઘટનાની તપાસ હાથ ધરી છે. બનાવના કારણે દૈનિક ટ્રેનના સિડયુલને અસર પડી હતી. આણંદ શહેરના ભાલેજ ઓવરબ્રીજ નીચેથી રેલ્વેટ્રેક ઉપર આજે સોમવારે બપોરના સમયે પસાર થતી અમદાવાદથી વડોદરા તરફ જતી ગુડ્સ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી અચાનક ખડી પડતા અફરાતફરી મચી હતી. જો કે ઘટનાને પગલે સદ્નસીબે કોઇ જાનહાની થઇ નથી. પરંતુ સમગ્ર રેલ વ્યવહાર ખોરવાયો હોવાનું જાણવા મળેલ છે. ડબ્બા પાટા પરથી ખડી પડતા રેલ્વેના અધિકારીઓ તત્કાલિન ઘટનાસ્થળે પહોંચીને રેલ વ્યવહાર પૂર્વવર્ત કરવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી અને અન્ય દૈનિક ટ્રેન વ્યવહાર પુનઃ કાર્યરત કરવા પ્રયાસો કર્યા હતા.
