આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ મહાવિદ્યાલય, જબુગામ ખાતે શિયાળુ પાકોમાં પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ હતી. જેમાં ડભોઈ તાલુકાના 37 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી, પિયત વ્યવસ્થાપન, જમીન પરીક્ષણ અને સંકલીત પાક સંરક્ષણ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ મહાવિદ્યાલય જબુગામના તાલીમ કેન્દ્ર તથા ડાંગર સંશોધન કેન્દ્ર ડભોઈના સંયુક્ત ઉપક્રમે 26 નવેમ્બરના રોજ શિયાળુ પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિષય પર એકદિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. કૃષિમહાવિદ્યાલય જબુગામના આચાર્ય ડો. જે. બી. પટેલના માર્ગદર્શન હેઠળ આયોજીત આ કાર્યક્રમમાં ડભોઈ તાલુકાના કુલ 37 ખેડૂત ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે ડો. જી. એલ. કદમ ડો. સી. બી. ડામોર, ડો. વિજય રાઠવા, ડો. ભૂમિ વિરડીયા, ડો. સંજય મકવાણા, ડો. એ. એન. રાઠવા તથા ડો. દીપ પટેલ અને ડો. વિજય પટેલ સહિત કૃષિ નિષ્ણાતોએ પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો