આણંદ : શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદના ક્રિટિકલ કેર સેન્ટરના તબીબોની નિષ્ણાત ટીમે બે અત્યંત ગંભીર દર્દીઓની સફ્ળ સારવાર કરીને તેમને નવજીવન આપ્યું છે. પ્રથમ કેસમાં આણંદ જિલ્લાના 46 વર્ષીય પુરુષને ઓર્ગેનોફેસ્ફ્રસ પોઇઝનિંગ (ઝેરી દવાના સેવન)
ને કારણે ગંભીર શ્વાસની તકલીફ્ સાથે શ્રી કૃષ્ણ હોસ્પિટલના ટ્રોમા એન્ડ ઇમરજન્સી સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા. દર્દી 21 દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા હતા. લાંબા સમય સુધી શ્વાસોચ્છ્વાસની સહાય જરૂરી હોવાથીતેમની ટ્રેકિયોસ્ટોમી કરવામાં આવી હતી. બાદ તેમને સફ્ળતાપૂર્વક વેન્ટિલેટર પરથી દૂર કરીને સ્થિર સ્થિતિમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. બીજા કેસમાં ખંભાતની 18 વર્ષીય યુવતીને તાવ અને બેભાન હાલતમાં
