નિઝરના રાયગઢ ગામનો વિસ્થાપિત ઇન્દુબેન અણજીતભાઇ વસાવા તથા તેમનો પરિવાર વર્ષોથી ગામડી ગામમાં રહે છે અને રાયગઢના જ ભોય સમાજની આંબાની વાડીની દેખરેખ કરી વાડીમાં જ વસવાટ કરી ત્યાં મજૂરીકામ તથા પશુપાલન કરી જીવન નિર્વાહ ચલાવે છે. પરિવારે બે જર્સી ગાયો લોન લઇને લીધી છે, દૂધ મંડળીમાં દૂધ નાંખતા પરિવારને ત્યાં એક ગાય ગાભણ હતી, જેણે બે તંદુરસ્ત વાછરડાંને જન્મ આપતા પરિવાર ચોંકી ઉઠયો હતો. બે વાછરડાંને જન્મ આપનાર ગૌમાતાને જોવા લોકો પણ ઉમટી પડયા હતા. જો કે ગરીબ પરિવારે રૂબરૂ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, અમારી આર્થિક સ્થિતિ નબળી હોવાથી બે વાછરડાં તથા માતાને પોષ્ટિક આહાર આપી શકાય તેમ નથી, ત્યારે પશુપાલન કે સબંધિત વિભાગો દ્વારા કોઇ યોગ્ય સહાય પુરી પાડવામાં આવે તે જરૂરી હોવાની આશા વ્યક્ત કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો