ક્ષ્જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસીખ્ - આ ઉક્તિને સાર્થક કરવાની સાથે જ, પોતાની જન્મભૂમિથી દૂર આવીને અન્ય ભૂમિને દિલથી અપનાવવી અને તેને પોતાની કર્મભૂમિ બનાવી ત્યાં સેવાનો ભેખ ધરો, તે સાચા ભારતીય હોવાની ઓળખ છે. ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના વિવિધ રાજ્યોમાંથી ધંધા-રોજગાર અર્થે આવીને ભરૂચ જિલ્લાને પોતાની કર્મભૂમિ બનાવનાર યાદવ સમાજે આજે ભરૂચ જિલ્લાના વિકાસમાં અને સામાજિક તાણાવાણામાં એક અનોખું અને ગૌરવશાળી સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભરૂચ જિલ્લાના સામાજિક અને આર્થિક વિકાસમાં યાદવ સમાજનું યોગદાન એટલું અનન્ય છે કે, તેઓ આજે “સાચા ભારતીય” તરીકેનું બિરુદ મેળવી ચૂક્યા છે.
યાદવ સમાજની સૌથી મોટી વિશેષતા એ રહી છે કે તેઓ ક્યારેય સીમિત દાયરામાં નથી રહ્યા. માત્ર પોતાના પ્રાંત કે પોતાના જ સમાજના લોકોના ઉત્કર્ષ માટે જ નહીં, પરંતુ ભરૂચના સ્થાનિક લોકો માટે પણ યાદવ સમાજે હંમેશા પોતાની યથાશક્તિ મદદના દ્વાર ખુલ્લા રાખ્યા છે. સુખ-દુઃખના પ્રસંગો હોય, કોઈ આપત્તિનો સમય હોય કે સામાજિક ઉત્થાનના કાર્યો, યાદવ સમાજે પોતાની નિઃસ્વાર્થ સેવાની સુવાસ સમગ્ર ભરૂચ જિલ્લામાં પ્રસરાવી છે.
રોજગારી મેળવવાની સાથે-સાથે સમાજને કંઈક પાછું આપવાની ભાવના યાદવ સમાજના લોહીમાં વણાયેલી જોવા મળે છે. તેમણે ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે પોતાની મહેનતથી નામ કમાવવાની સાથે સામાજિક ક્ષેત્રે પણ મોટું યોગદાન આપ્યું છે. સૌથી પ્રશંસનીય બાબત એ છે કે યાદવ સમાજ ક્યારેય કોઈ જાતિ કે ભેદભાવના વાડામાં બંધાયો નથી. સ્થાનિક લોકો અને અન્ય સમાજના વર્ગો સાથે હંમેશા ખભેથી ખભા મિલાવીને, ભાઈચારાની ભાવના સાથે આ સમાજ ભરૂચની સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો બની ગયો છે. કોઈપણ સમાજને સાચી દિશા આપવા માટે સક્ષમ નેતૃત્વની જરૂર હોય છે. ભરૂચ જિલ્લાના યાદવ સમાજને આર.પી.યાદવ અને રામસિંગ યાદવ જેવી સક્ષમ અને દૂરંદેશી લીડરશીપ મળી છે. આ બંને મહાનુભાવોના માર્ગદર્શન હેઠળ યાદવ સમાજે હંમેશા જ્ઞાતિવાદ અને સંકુચિત માનસિકતાને જાકારો આપ્યો છે. તેમની લીડરશીપમાં સમાજના યુવાનોને માત્ર આર્થિક રીતે સક્ષમ બનવાની જ નહીં, પરંતુ દેશપ્રેમ અને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની પણ પ્રેરણા મળી છે. યાદવ સમાજે સાબિત કરી બતાવ્યું છે કે દેશપ્રત્યેની ફરજ અને સમાજના દરેક વર્ગ માટે ઉત્તમ સેવાકીય કાર્ય કરવું એ જ સાચો ધર્મ છે.
ભરૂચ જિલ્લાના વિકાસમાં દૂધના ગળ્યા માવાની જેમ ભળી ગયેલા યાદવ સમાજની આ જ રાષ્ટ્રવાદી અને પરોપકારી ભાવનાને કારણે આજે સમગ્ર ભરૂચવાસીઓ તેમના આ યોગદાનને બિરદાવી રહ્યા છે. સાચે જ, ભરૂચ જિલ્લાને કર્મભૂમિ બનાવીને આ સમાજે વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો