રાજ્યકક્ષા મંત્રી, જળસંપત્તિ અને પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો) ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને કરજણ કોલોની અંકલેશ્વર ખાતે કન્સ્ટ્રક્શન ઓફ્ ઈન્સ્પેક્શન બંગલો અને યુ.આર.બી.સી.І ડિવિઝન, અંકલેશ્વર, તેમજ ડિવિઝન તથા સબ-ડિવિઝન ઓફ્સિ બિલ્ડીંગના કામોના ખાતમુહુર્ત સમારોહ યોજાયો હતો.
જેમાં કરજણ કોલોની ખાતે ઈન્સ્પેક્શન બંગલાના નિર્માણ કાર્ય માટે અંદાજિત રૂ. 413.79 લાખ તથા અંકલેશ્વર સ્થિત યુ.આર.બી.સી.આઈ ડિવિઝન માટે ડિવિઝન અને સબ-ડિવિઝન ઓફ્સિ બિલ્ડીંગના નિર્માણ કાર્ય માટે અંદાજિત રૂ. 248.94 લાખ મળીને કુલ રૂ. 662.73 લાખના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યમંત્રી સિંચાઈ અને કેનાલ સુધારણા કામગીરી પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, સિંચાઈ માટેના વધારાના પાણીની જરૂરિયાતને પોહચી વળવા માટે, કેનાલની ક્ષમતા વધારવા અને છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડવા માટે રૂ. 143 કરોડના ખર્ચે આશરે 51 કિમી લંબાઈ ધરાવતી કરજણ કેનાલનું આગામી નવીનીકરણ હાથ ધરવામાં આવનાર છે. આ કેનાલના નવીનીકરણ બાદ કેનાલની પાણી વહન કરવાની ક્ષમતા 3200 ક્યુસેકથી વધીને 4200-4300 ક્યુસેક સુધી પહોંચશે. અંકેશ્વર વિસ્તાર ઘણા ગામડાઓમાં હજુ પાણી ભરવાની સમસ્યા સર્જાય રહી છે, એ તમામ ગામો જેવા કે, મોટવાણ, તેલવા, સરથાણ અને કલમ જેવા ગામોમાં આશરે 400-500 વીઘા જમીનમાં ભરાતા પાણીના નિકાલ માટે ડ્રેનેજ સિસ્ટમ ખુલ્લી કરીને ઊંડી કરવાની કામગીરી હાથ ધરાશે. સાથે જ, ઇન્સ્પેક્શન બંગલો અને સબ ડીવિઝન કચેરી માટે રૂ. 6.67 કરોડના ખર્ચે નવા મકાનોના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેથી રાજપીપળા કે દૂરથી આવતા અધિકારીઓ અને નાગરિકોને સુવિધા મળી રહે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો